Get App

American Aviator Amelia Earhart: US એરફોર્સના ઇન્ટેલિજન્સ ઓફિસરનો દાવો, 87 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા પાઇલટનું મળ્યું પ્લેન

American Aviator Amelia Earhart: 87 વર્ષ પહેલા દુનિયાભરમાં ઉડાન ભરનાર અમેરિકન પાઈલટ એમેલિયા ઈયરહાર્ટનું પ્લેન શોધી કાઢવામાં આવ્યું છે. US એરફોર્સના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો છે કે તે વિમાન મળી આવ્યું છે. આ જહાજ 9 દાયકા પહેલા પેસિફિક મહાસાગરમાં ગુમ થયું હતું.

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2024 પર 2:14 PM
American Aviator Amelia Earhart: US એરફોર્સના ઇન્ટેલિજન્સ ઓફિસરનો દાવો, 87 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા પાઇલટનું મળ્યું પ્લેનAmerican Aviator Amelia Earhart: US એરફોર્સના ઇન્ટેલિજન્સ ઓફિસરનો દાવો, 87 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા પાઇલટનું મળ્યું પ્લેન
American Aviator Amelia Earhart: સોનાર પાસેથી મેળવેલ ફોટો પ્લેનના ચિત્ર સાથે ખાય છે મેળ

American Aviator Amelia Earhart: અમેલિયા ઇયરહાર્ટ... અમેરિકાની સૌથી પોપ્યુલર ગુમ થયેલી મહિલા. 87 વર્ષ પહેલા એટલે કે 1932માં અમેરિકન પાઈલટ એમેલિયા દુનિયાની પરિક્રમા કરવા નીકળી હતી. નાના વિમાન દ્વારા. જો તે સફળ રહી હોત તો આ કામ કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ બની હોત. પરંતુ અચાનક તે ગુમ થઈ ગઇ હતી. એમેલિયા પણ મળી ન હતી. ન તો તેના અન્ય પાર્ટનર. સર્ચ ઓપરેશનમાં પાંચ-છ વર્ષ લાગ્યાં હતા , બાદમાં સર્ચ ઓપરેશન બંધ કરાયું હતું.

હવે US એરફોર્સના પૂર્વ ગુપ્તચર અધિકારી ટોની રોમિયોએ દાવો કર્યો છે કે તેમણે પ્રશાંત મહાસાગરની ઊંડાઈમાં એમેલિયાનું વિમાન શોધી કાઢ્યું છે. જ્યારે, અમેરિકન સરકારે 1937 પછી એમેલિયાની શોધ બંધ કરી દીધી હતી. આ માટે ટોનીએ ડીપ સી ડ્રોનની મદદ લીધી.

પ્લેન પેસિફિક મહાસાગરમાં 16,400 ફૂટ ઊંડે

બધા સમાચાર

+ વધુુ વાંચો