Get App

PM Modi Goa Visit: PM મોદી કરશે ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન, ગોવાને NIT આપશે ભેટ

India Energy Week 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 ફેબ્રુઆરી) ગોવાની મુલાકાત લેશે, જ્યાં ઈન્ડિયા એનર્જી વીકના ઉદ્ઘાટનની સાથે તેઓ રૂપિયા 1330 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે. આ સાથે PM મોદી NITના કાયમી કેમ્પસને રાષ્ટ્રને સમર્પિત કરશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 06, 2024 પર 10:42 AM
PM Modi Goa Visit: PM મોદી કરશે ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન, ગોવાને NIT આપશે ભેટPM Modi Goa Visit: PM મોદી કરશે ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન, ગોવાને NIT આપશે ભેટ
India Energy Week 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 ફેબ્રુઆરી) ગોવાની મુલાકાતે

India Energy Week 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 ફેબ્રુઆરી) ગોવાની મુલાકાત લેશે. ગોવાની મુલાકાત દરમિયાન પીએમ મોદી મંગળવારે ઈન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કરશે અને રૂપિયા 1350 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT)નું કાયમી કેમ્પસ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. પીએમ મોદી વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમને પણ સંબોધિત કરશે.

ઈન્ડિયા એનર્જી વીક 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે

વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગોવાના બેતુલ ગામમાં ONGC સી સર્વાઇવલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ પછી પીએમ મોદી ઈન્ડિયા એનર્જી વીક 2024ની શરૂઆત કરશે. આ કાર્યક્રમ 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. એનર્જી વીક એ ભારતનું સૌથી મોટું અને એકમાત્ર ઓમ્નીચેનલ એનર્જી એક્ઝિબિશન અને કોન્ફરન્સ હશે જેમાં વિવિધ દેશોના લગભગ 17 ઊર્જા મંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ધ્યાન

બધા સમાચાર

+ વધુુ વાંચો