Pm Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 2 દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા. PM મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી. એરપોર્ટ પર મોહમ્મદ બિન ઝાયેદે મોદીનું સ્વાગત કર્યું જ્યાં તેઓએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કર્યું. બાદમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘અબુ ધાબી એરપોર્ટ પર મારું સ્વાગત કરવા માટે સમય કાઢવા માટે હું મારા ભાઈ મોહમ્મદ બિન ઝાયેદનો ખૂબ જ આભારી છું.'