Get App

Pulwama Attack Anniversary: ‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રખાશે', પુલવામા હુમલાની વરસી પર PM મોદીએ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

Pulwama Attack Anniversary: પુલવાલા હુમલાને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આ આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.

MoneyControl Newsઅપડેટેડ Feb 14, 2024 પર 11:50 AM
Pulwama Attack Anniversary: ‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રખાશે', પુલવામા હુમલાની વરસી પર PM મોદીએ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિPulwama Attack Anniversary: ‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રખાશે', પુલવામા હુમલાની વરસી પર PM મોદીએ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ
Pulwama Attack Anniversary: હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા

Pulwama Attack Anniversary: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (14 ફેબ્રુઆરી) પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.

પુલવામા આતંકવાદી હુમલો 14 ફેબ્રુઆરી, 2019ના રોજ થયો હતો. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે, આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કાફલાને 200 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે નિશાન બનાવ્યું હતું. આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે 35 ઘાયલ થયા હતા. CRPFના કાફલામાં 78 વાહનો હતા, જેમાં 2500થી વધુ જવાનો મુસાફરી કરી રહ્યા હતા.

રાહુલ ગાંધીએ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામાના શહીદોને યાદ કર્યા છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, પુલવામા આતંકવાદી હુમલાના બહાદુર શહીદોને સેંકડો સલામ અને નમ્ર શ્રદ્ધાંજલિ. ભારતની રક્ષા માટે સમર્પિત તેમના સર્વોચ્ચ બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો