Sudarshan setu: પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. મોડી રાત્રે પીએમ મોદી જામનગર પહોંચ્યા અને ભવ્ય રોડ શોમાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. આ પછી તેઓ આજે સવારે બેટ દ્વારકા મંદિર પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. આ પછી તેમણે અરબી સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ 'સુદર્શન સેતુ'નું ઉદ્ઘાટન કર્યું.