UCC Bill: ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પાસ કરી દીધું છે. આ બિલ પાસ કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. બિલમાં દરેક ધર્મ, જાતિ, સંપ્રદાય, વર્ગ માટે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક જેવા કાયદાકીય પાસાઓ પર સમાન નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલની ભલામણ મળતા જ UCC ઉત્તરાખંડમાં કાયદો બની જશે. મે 2022 માં, ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળ એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેણે બિલ માટે ઘણા સૂચનો કર્યા છે.