Bengaluru Water Crisis: ભારતની સિલિકોન વેલી એટલે કે બેંગલુરુ હાલમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. ભયંકર અછત છે. જ્યારે ઉનાળો આવવામાં હજુ એક મહિનો બાકી છે. ગયા વર્ષે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું બેંગલુરુમાં નબળું રહ્યું હતું. જેના કારણે કાવેરી નદીના તટમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. આ નદીમાંથી જે પાણીના સ્ત્રોતો ભરાયા હતા તે પણ લગભગ ખાલી છે.