What is Uniform Civil Code: સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી સામાન્ય લોકોના કાયદા જેમ કે લગ્ન, છૂટાછેડા, મિલકત, વારસો વગેરેમાં એકરૂપતા આવશે. જેમ હવે ફોજદારી કાયદા ધર્મ, લિંગ કે પ્રદેશના ભેદભાવ વિના દરેકને સમાનરૂપે લાગુ પડે છે, તેવી જ રીતે હવે નાગરિક કાયદામાં પણ આ સમાનતા સ્થાપિત થશે. જ્યારે હાલમાં ધર્મ અને લિંગના આધારે નાગરિક કાયદાઓમાં ઘણી અસમાનતાઓ છે.