Hindu Temple in Muslim Country: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે UAEના BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. મુસ્લિમ દેશ UAEમાં બનેલા આ વિશાળ હિન્દુ મંદિર પર ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસિર અલએ કહ્યું છે કે ભારત અને UAE સહિષ્ણુતા અને સ્વીકારના મૂલ્યો દ્વારા તેમની મિત્રતાને વધુ મજબૂત કરી રહ્યા છે.