નાણામંત્રી નવા ટેક્સ રીજીમ માટે મોટી જાહેરાત કરી છે. તેની હેઠળ ટેક્સ રિબેટને વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે એટલે કે 7 લાખ રૂપિયા સુધી ઈનકમ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. તેના સિવાય, તેમણે કહ્યુ કે 2020 માં 2.5 લાખ રૂપિયા શરૂઆતી ઈનકમની સાથે 6 ઈનકમ સ્લેબ્સ વાળી નવી પર્સનલ ઈનકમ ટેક્સ રીજીમ રજુઆત કરવામાં આવી હતી. હવે આ બજેટમાં સ્લેબ ઘટાડીને પાંચ કરી દેવામાં આવી છે અને સાથે જ ટેક્સ એક્ઝમ્પ્શન લિમિટ વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

