Budget 2023 Highlights: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે, 1 ફેબ્રુઆરીએ સંસદમાં ભારત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટનું મુખ્ય આકર્ષણ ઇન્કમટેક્સમાં મુક્તિની જાહેરાત હતી. નાણાપ્રધાને કહ્યું કે નવા કર પ્રણાલી હેઠળ હવે 7 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. અત્યાર સુધી આ મર્યાદા 7 લાખ હતી. આ સિવાય નાણામંત્રીએ અત્યાર સુધીનું સૌથી મોટું “રેલ બજેટ” રજૂ કર્યું છે. બજેટમાં રેલવે માટે રૂ. 2.40 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી હતી, જે નાણાકીય વર્ષ 2014ના રેલ બજેટ કરતાં લગભગ નવ ગણી વધારે છે.

