બજેટ 2023: RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્રીય બજેટ પહેલા જ સરકાર ટેરિફ વધારવાની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આનાથી ભારતમાં વેપાર કરવો મુશ્કેલ બનશે. આનાથી ચીનનો ઓપ્શન બનવાના ભારતના પ્રયાસોને પણ ફટકો પડશે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે સરકારે આ બજેટમાં પોતાની સુધારાની યોજના વિશે જણાવવું જોઈએ. આ સુધારાઓ સંવેદનશીલ અને ટકાઉ હોવા જોઈએ.

