દિવાળીમાં લોકો મન મુકીને સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે, ભલે પછી સ્થાનિક બજારમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે જ કેમના પહોંચી હોય. ખાસ કરીને સોનામાં સેફ હેવન તરીકેની માગ અને ખરીદદારી જોવા મળતી હોય છે. હવે તેમાં ચાંદી અને ડાયમંડ જ્વેલરીની ખરીદદારીનો ટ્રેન્ડ પર વધ્યો છે. આવામાં જ્યારે આપણું નવું સંવત શરૂ થઈ રહ્યું છે, ત્યારે કૉમોડિટી બજારની ચાલ સમજીએ, સમજીએ કે ગઈ દિવાળીથી આ દિવાળી સોના-ચાંદી અને અન્ય કૉમોડિટીમાં કેવા વળતર મળ્યા છે.