Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

તો નેચરલ ગેસમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યાં મામૂલી તેજી સાથે કિંમતો 196 પાસે પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Dec 14, 2023 પર 6:42 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

નબળા ડૉલર, બોન્ડ યીલ્ડ અને યૂએસ ફેડના નિવેદનથી સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં બે ટકાની તેજી સાથે કિંમતો 62500ને પાર જતી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં કિંમતો 2050ને પાસે પહોંચતી જોવા મળી છે.

ક્રૂડ ઓઈલમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ જોવા મળ્યો. શરૂઆતી કારોબારમાં ક્રૂડની કિંમતોમાં લગભગ 1 ટકાનો વધારો થતો જોવા મળ્યો. જે બાદ ક્રૂડની તેજી આગળ વધતા બ્રેન્ટની કિંમતો 75 ડૉલરને પાર જતી જોવા મળી. તો NYMEXમાં બે ટકાની તેજી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ બે ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

તો નેચરલ ગેસમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યાં મામૂલી તેજી સાથે કિંમતો 196 પાસે પહોંચતી જોવા મળી.

બેઝ મેટલ્સ પર ચર્ચા કરીએ તો, LME પર કોપરમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં લગભગ તમામ મેટલ્સમાં ખરીદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડથી મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો