Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

નેચરલ ગેસમાં શરૂઆતી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં કિંમતો આશરે 3 ટકા ઉપરના દબાણ સાથે 222 પર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2023 પર 6:39 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

સપ્ટેમ્બરની બેઠકમાં US ફેડ વ્યાજ દરમાં વધારો અટકાવે તેવી આશાએ સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યાં કોમેક્સ પર સોનાનો ભાવ 1966 ડૉલરની ઉપર પહોંચતો દેખાયો, તો સ્થાનિક બજારમાં પણ પોઝિટીવિટી દેખાઈ રહી છે. આ સાથે જ સરકારે સોના પરની બેસ ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ડૉલર પ્રતિ ગ્રામથી વધારી, જ્યારે ચાંદીની બેસ ઇમ્પોર્ટ ડ્યૂટી 62 ડૉલર પ્રતિ કિલો ગ્રામથી વધારી છે.

ત્યારે સોનાના પગલે ચાંદીમાં વેચવાલીનો કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર પોણા ટકાના દબાણ સાથે 25 ડૉલર નીચે કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની આસપાસ દબાણ જોવા મળ્યું.

ક્રૂડ ઓઈલમાં ગત સપ્તાહે આવેલી તેજી આગળ વધતી દેખાઈ, જ્યાં બ્રેન્ટના ભાવ આશરે સાડા 88 ડૉલરની ઉપર રહ્યા, તો NYMEX ક્રૂડમાં પણ 85 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરથી રશિયા પોતાના ક્રૂડ ઉત્પાદનમાં કાપ કરી શકે છે, અને એક્સપોર્ટ પણ ઓછો કરી શકે છે, આ સાથે જ સાઉદી અરબ પણ લગભગ 1 મિલિયન બેરલ પ્રતિ દિવસ જેટલો ઓઈલ ઉત્પાદનમાં કાપ કરી શકે, જેને કારણે ઓછી સપ્લાયની ચિંતાના કારણે ક્રૂડની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

નેચરલ ગેસમાં શરૂઆતી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં કિંમતો આશરે 3 ટકા ઉપરના દબાણ સાથે 222 પર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો