Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારા સાથે કારોબાર, ક્રૂડમાં ઉપરના સ્તરેથી દબાણ

નેચરલ ગેસમાં બે ટકાની નરમાશ સાથે કિંમતો 130 આસપાસ જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 19, 2024 પર 6:23 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારા સાથે કારોબાર, ક્રૂડમાં ઉપરના સ્તરેથી દબાણકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારા સાથે કારોબાર, ક્રૂડમાં ઉપરના સ્તરેથી દબાણ

સોનામાં તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં નબળા ડૉલર ઈન્ડેક્સથી સોનું લીલા નિશાનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. કોમેક્સ પર 2030 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

તો ચાંદીની તેજી પર રોકા લાગતી જોવા મળી રહી છે. જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલર પર કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિનાના 5 ટકાની તેજી બાદ ચાંદીમાં નફાવસુલિનો માહોલ જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 82 ડૉલર ઉપર જોવા મળી રહી છે. તો nymexમાં માગની સપ્લાયની ચિંતાને લઈ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવ અને નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે ક્રૂડની કિંમતો પર અસર થતા જોવા મળી રહી છે.

નેચરલ ગેસમાં બે ટકાની નરમાશ સાથે કિંમતો 130 આસપાસ જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો