Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જ્યાં અડધા ટકાના દબાણ સાથે કિંમતો 248 પર પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 05, 2023 પર 6:49 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સોનાના કારોબારની વાત કરીએ તો સોનામાં લાંબા સમયના દબાણ બાદ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર મામૂલી તેજી સાથે કિંમતો 1837 પર પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. યૂએસ બોન્ડ યીલ્ડમાં નરમાશ આવતા સોનાની કિંમતો મળ્યો સપોર્ટ છે.

તો સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. કોમેક્સ પર ચાંદીમાં 21 ડૉલર ઉપર કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની તેજી જોવા મળી.

OPEC+ દ્વારા ઉત્પાદન લક્ષ્ય ન ઘટાડ્યું હોવાથી ક્રૂડની કિંમતો ઉપલા સ્તરેથી લગભગ 5 ટકા ઘટી, જ્યાં બ્રેન્ટમાં 84 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો nymex ક્રૂડમાં 82 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, આ સાથે જ EIA મુજબ માગમાં ઘટાડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જ્યાં અડધા ટકાના દબાણ સાથે કિંમતો 248 પર પહોંચતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો