Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં ઉછાળાના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ જોવા મળી, તો સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 21, 2023 પર 5:43 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં વધારો અને ફેડ તરફથી વ્યાજ દરમાં ફેરફાર ન કરવાના કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું, જ્યાં કોમેક્સ પર ભાવ 1945 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 58,968 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ બજારની નજર હવે બેન્ક ઑફ ઇગ્લેંડ અને બેન્ક ઑફ જાપાનના પૉલિસી નિર્ણય પર બનેલી છે.

ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ સાડા 24 ડૉલરની નીચે આવ્યા, સ્થાનિક બજારમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. અહીં મેટલ્સમાં વેચવાલીની અસર પણ જોવા મળી રહી છે.

10 મહિનાના ઉપલા સ્તરેથી ક્રૂડમાં દબાણ રહ્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 93 ડૉલરની નીચે આવ્યા, NYMEX ક્રૂડમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે સ્થાનિક બજારમાં આશરે સવા ટકા જેટલું દબાણ જોવા મળી રહ્યું છે. USમાં લાંબા સમય સુધી વ્યાજ દર ઉંચા રહેવાની આશંકા અને USમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટતા કિંમતો પર નફાવસુલીનું દબાણ જોવા મળ્યું.

ડૉલર ઇન્ડેક્સમાં ઉછાળાના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ જોવા મળી, તો સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો