Get App

Commodity Bajar: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

Commodity Bajar: નેચરલ ગેસમાં ફ્લેટ કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે જ્યાં શરૂઆતી દબાણ બાદ હવે રીકવરી સાથેનો કારોબરા જોવા મળી રહ્યો છે સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે કિંમતો 217 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 17, 2023 પર 6:42 PM
Commodity Bajar: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારCommodity Bajar: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનામાં આજે દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. યૂએસ ફેડ કમિટીની મીટિંગની મિનિટ્સમાં વ્યાજ દરમાં વધુ વધારો કરવાના આગ્રહના કારણે કોમેક્સ પર અને સ્થાનિક બજારમાં બંન્ને પર સોનામાં લાલા નિશાનમાં કારોબાર દેખાઇ રહ્યો છે.

ચાંદી પર નજર કરીએ તો ચાંદીમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથે કિંમતો 70116 આસપાસ પહોંચીતી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં એક ટકાની તેજી સાથે 22 ડૉલર ઉપર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે.

ક્રૂડમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટના ભાવ 84 ડૉલરને પાર જતા જોવા મળી રહ્યા છે તો nymexમાં લગભગ એક ટકાની તેજી સાથે 81 ડૉલર નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારની વાત કરીએ તો મામૂલી તેજી સાથે કિંમતો 6633 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડમાં સતત ત્રણ દિવસની વેચવાલી બાદ રિકવરીનો કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો