વૈશ્વિક તણાવ વધતા સોનામાં સેફ હેવન બાઈંગ વધી હોય તેવું લાગી રહ્યું છે. ગત સપ્તાહના ઘટાડા બાદ આજે સોનામાં ફરી પોઝિટીવ ટ્રેન્ડ સાથે શરૂઆત થઈ જ્યાં, કોમેક્સ પર ભાવ 1863ના સ્તરની ઉપર કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં પણ 1 ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી છે. આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં RBIની ગોલ્ડ હોલ્ડિંગ 1.9 ટનથી વધીને 799.6 ટન પર પહોંચતી દેખાઈ.