સોનામાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર યથાવત્ રહેતો દેખાયો, શરૂઆતી તેજી બાદ બજારમાં અંતે ઘટાડો આવતો દેખાયો. જ્યાં કોમેક્સ પર કિંમત ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથએ 1924ના સ્તર નજીક જોવા મળી. તો સામે સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જ જોવા મળ્યો.
સોનામાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર યથાવત્ રહેતો દેખાયો, શરૂઆતી તેજી બાદ બજારમાં અંતે ઘટાડો આવતો દેખાયો. જ્યાં કોમેક્સ પર કિંમત ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથએ 1924ના સ્તર નજીક જોવા મળી. તો સામે સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જ જોવા મળ્યો.
ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં 23 ડૉલરની નીચે કારોબાર થયો દેખાયો, જ્યારે સ્થાનિક બજારમાં પણ પા ટકાના ઘટાડા સાથે 70 હજારના સ્તરની નજીક કારોબાર દેખાયો.
ક્રૂડ ઓઈલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં ચાઈનાના નબળા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના આંકડાઓથી બ્રેન્ટમાં ફરી રિકવરી આવતા 86 ડૉલરને પાર કિંમતો પહોંચતી દેખાઈ, પણ NYMEX ક્રૂડમાં 83 ડૉલરના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ વર્ષે ઓઈલની ગ્લોબલ સપ્લાય પણ ઘટે તેવા EIAના સંકેતોથી ક્રૂડની ચાલ પર અસર જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફરી રીકવરીનો માહોલ જોવા મળ્યો જ્યાં કિંમતો એક ટકાની તેજી સાથે 233 આસપાસ પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં શરૂઆતી નરમાશ પર બ્રેક લાગતા સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. ચાઈનામાં ઓછા સ્ટોકના કારણે પણ LME પર કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે પણ મેટલ્સની ચાલ સુધરતી દેખાઈ રહી છે.
માસાલ પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે જેમાં ધાણા અને જીરામાં સવા ટકા ઉપરની તેજી જોવા મળી રહી છે તો હળદરની તેજીમાં બ્રેક લાગતી જોવા મળી રહી છે. ગુવાર પેક તેજી યથાવત્ જોવા મળી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.