Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે કારોબાર

તો નેચરલ ગેસમાં તેજીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. સ્થાનિક બજારમાં બે ટકાની તેજી સાથે કિંમતો 242 આસપાસ જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Sep 27, 2023 પર 6:15 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે કારોબાર

યૂએસ 10 વર્ષિય બોન્ડ યીલ્ડ 16 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચી હોવાથી સોનાની કિંમતો પર દબાણ વધ્યું, જ્યાં ભાવ ઘટીને 4 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા, કોમેક્સ પર કિંમતો 1912 ડૉલરની નીચે આવી, તો સ્થાનિક બજારમાં 58,210ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ રહ્યું, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

રશિયાએ ડીઝલ અને ગેસોલિન ઉત્પાદકોના એક્સપોર્ટ પર અનિશ્ચિત કાળ માટે પ્રતિબંધ લગાવ્યા છે, પોતાની સ્થાનિક માગને પહોંચી વળવા રશિયાએ એક્સપોર્ટ રોક્યો છે, તો બીજી તરફ USમાં પણ ઓઈલની ઇન્વેન્ટરીમાં ઘટાડો જોવા મળ્યો છે, આ બધા કારણોથી ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી આવી જેમાં બ્રેન્ટ 93 ડૉલરની ઉપર પહોંચ્યું, તો NYMEX ક્રૂડમાં 1 ટકાની તેજી સાથે 91 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની મજબૂતી દેખાઈ. ઉલ્લેખનિય છે કે, જૂનના અંત બાદથી ક્રૂડની કિંમતો આશરે 25 ટકા વધતી દેખાઈ ચુકી છે.

તો નેચરલ ગેસમાં તેજીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. સ્થાનિક બજારમાં બે ટકાની તેજી સાથે કિંમતો 242 આસપાસ જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો