ડૉલર ઈન્ડેક્સમાં દબાણ અને ફેડ તરફથી વ્યાજ દર વધવાની આશંકાએ સોનાની કિંમતોમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. કોમેક્સ ફર સોનું 1941 ડૉલર આસપાસ જોવા મળ્યું તો સ્થાનિક બજારમાં 58705 આસપાસ કારોબાર જોવા મળ્યો.
ડૉલર ઈન્ડેક્સમાં દબાણ અને ફેડ તરફથી વ્યાજ દર વધવાની આશંકાએ સોનાની કિંમતોમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. કોમેક્સ ફર સોનું 1941 ડૉલર આસપાસ જોવા મળ્યું તો સ્થાનિક બજારમાં 58705 આસપાસ કારોબાર જોવા મળ્યો.
તો ચાંદીમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, અહીં વૈશ્વિક બજારમાં 24 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં 73,500ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં બ્રેન્ટમાં કિંમતો 83 ડૉલરના સ્તરની ઉપર પહોચી, તો NYMEX ક્રૂડમાં 79 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં આશરે 1 ટકાથી વધુની તેજી દેખાઈ. ઉલ્લેખનિય છે કે ચાઈના તરફથી અર્થતંત્રને સપોર્ટ કરતા પગલાંઓના કારણે ટ્રેડિંગ એક્ટિવિટી સાથે માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કરોબારમાં આશરે સાડા 3 ટકા જેટલી તેજી સાથે 227ના સ્તરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, આ સાથે જ USમાં 5 વર્ષના સરેરાશ કરતા નેચરલ ગેસની ઇન્વેન્ટરી 9.5% વધારે નોંધાઈ, જેને કારણે US નેચરલ ગેસની કિંમતો પણ 18 bcfથી વધી છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે ઝિંકની કિંમતોમાં મજબૂતી જોવા મળી, જોકે ચાઈનાના મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા પહેલા કોપરમાં મામૂલી તેજી આવતી જોવા મળી, તો સ્થાનિક બજાર તરફથી ફ્લેટ કારોબાર જોવા મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.