યૂએસ ફેડની બેઠક પહેલા સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે, અહીં કેમેક્સ પર 1959 ડૉલરની ઉપર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં 59,059ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
યૂએસ ફેડની બેઠક પહેલા સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે, અહીં કેમેક્સ પર 1959 ડૉલરની ઉપર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં 59,059ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્ રહેતો દેખાયો, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 24 ડૉલરની પાસે રહી, તો સ્થાનિક બજારમાં 74,462ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાઈનામાં રાહત પેકેજથી માગ વધવાની આશાએ ક્રૂડ ઓઈલમાં ઉછાળો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 82 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 78 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઓછી ગ્લોબલ સપ્લાયની ચિંતા અને OPEC+ના ઉત્પાદન કાપના નિર્ણયથી ક્રૂડની કિંમતોમાં ઉછાળો દેખાઈ રહ્યો છે.
ગઈકાલની નરમાશ બાદ સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા ભાવ 1 ટકા વધીને 223ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
LME પર તમામ બેઝ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે જ્યાં સ્થાનિક બજારમાં લેડ સિવાય બાકી તમામમાં ખરીદી જોવા મળી રહી છે. ત્યારે નબળા ડૉલર ઈન્ડેક્સના કારણે મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.