Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં રિકવરી સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો પોણા ટકાની તેજી સાથે કિંમતો 275 આસપાસ પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Oct 12, 2023 પર 6:41 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં રિકવરી સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં રિકવરી સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબાર

યૂએસ યીલ્ડમાં ઘટાડાના કારણે માંગ વધતા સોનાને સપોર્ટ મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ 1895 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58195 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ડૉલર ઇન્ડેક્સમાં નરમાશની પણ પોઝીટીવ અસર બનતી દેખાઈ રહી છે.

સોના સાથે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં 22 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુની તેજી સાથે 69,930ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

તો ભૌગોલિક તણાવને કારણે ક્રૂડની સપ્લાયની ચિંતા ઓછી થવાથી ક્રૂડમાં રિકવરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 86 ડૉલરને પાસ નીકળતી જોવા મળી. તો nymexમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. જ્યારે સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો પોણા ટકાની તેજી સાથે કિંમતો 275 આસપાસ પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો