Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

નેચરલ ગેસમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારામાં કિંતમો મામૂલી તીજી સાથે 198 પર પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 21, 2023 પર 6:14 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

સોનામાં વેચવાલીનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર સોનાની કિંતમો 2000 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે. જેના કારણે સોનામાં સપ્તાહની ઉપરની સપાટી પરથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો હવે બજારની નજરા US PCE ડેટા પર રહેશે.

ચાંદીએ શરૂઆતી કારોબારનું દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. તો વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 24 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. સ્થાનિક બજારમાં પા ટકાનું દબાણ આવતું જવો આળી રહ્યું છે.

ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં બ્રેન્ટની કિંમતો ફરી 80 ડૉલર નીચે આવતી જોવા મળી રહી છે. તો NYMEXની કિંમતો 74 ડૉલર નીચે પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે USમાં ઈન્વેટરી વધવાને કારણે ક્રૂડની કિંમતોમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.

નેચરલ ગેસમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારામાં કિંતમો મામૂલી તીજી સાથે 198 પર પહોંચતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો