Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નબળાઈ સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી સાથે 240 આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Sep 25, 2023 પર 6:41 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નબળાઈ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નબળાઈ સાથે કારોબાર

મજબૂત ડૉલર અને બોન્ડ યીલ્ડના કારણે સોનાની ચમક ઘટતા કોમેક્સ પર ભાવ 1944 ડૉલરના સ્તરની આસપાસ પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 58,910ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USમાં વ્યાજ દર વધવાની આશંકાએ કિંમતો પર દબાણ બની રહ્યું છે.

સોનાને પગલે ચાંદીમાં પણ નાની રેન્જમાં કારોબાર રહ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 73,410નાસ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક માર્કેટમાં સ્થિરતા લાવવા મોસ્કોએ ક્રૂડ અને ગેસોલિનની નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ જાહારે કર્યો હોવાથી ગ્લોબલ માર્કેટમાં સપ્લાયની ચિંતા વધી, સાથે જ વ્યાજ દરમાં ધારાથી માગ નબળી પડવાના ડરથી પણ ક્રૂડની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટમાં ભાવ 92 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 90 ડૉલરના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ચોથા ક્વાર્ટરમાં ક્રૂડ પુરવઠાની વ્યાપક ખાધના અનુમાને પાછલા ત્રણ અઠવાડિયામાં કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે..આ સાથે જ USની ઓઈલ રિગ કાઉન્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ સપ્ટેમ્બરમાં ચાઈનાની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં વધારો થાય તેવા અનુમાન બની રહ્યા છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી સાથે 240 આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો