Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પણ દબાણ બનતું જોવા મળ્યું. જ્યાં એક ટકાના દબાણ સાથે કિંમતો 241 પર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Sep 28, 2023 પર 6:03 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

યૂએસના બેરોજગારીના દાવાના રિપોર્ટ પહેલા સોનાની કિંમતોમાં નરમાશ જોવા મળી, જ્યાં કોમેક્સ પર ભાવ 1900 ડૉલરના સ્તરની પણ નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં ભાવ 58,210 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી આવતા સોનાની કિંમતો ઘટીને 6 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી છે.

ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ રહ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલરની નીચે અને સ્થાનિક બજારમાં 70,780ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ત્યારે ક્રૂડ ઓઈલમાં શરૂઆતી કારોબારની તેજી પર રોક લાગતી જોવા મળી. જ્યાં બ્રેન્ટના ભાવ પા ટકાના દબાણ સાથે 94 પાસે પહોંચતા જોવા મળ્યા તો nymexમાં પણ મામૂલી નરમાશ આવતી જોવા મળી. ત્યારે સ્થાનિક બાજાર પણ વેચવાલી દેખાય. ઉલ્લેખનીય છે કે ડૉલર ઈન્ડેક્સમાં દબાણ આવતા ક્રૂડની કિંમતો તૂડતી જોવા મળી.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પણ દબાણ બનતું જોવા મળ્યું. જ્યાં એક ટકાના દબાણ સાથે કિંમતો 241 પર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો