Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સવા ટકાની તેજી સાથે 175 પાસે પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Feb 06, 2024 પર 6:13 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

સોના પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં સોનું 2024 ડૉલર પાસે પહોંચતુ જોવા મળ્યું. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે જેરોમ પોવેલના હોકિસ નિવેદન બાદ સોનામાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.

ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે બ્રેન્ટની કિંમતો 78 ડૉલરને પાર જતી જોવા મળી રહી છે. તો ભૌગોલિક તણાવને લઈ NYMEXની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સવા ટકાની તેજી સાથે 175 પાસે પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો