Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથીવધારા સાથે કારોબાર

નેચરલ ગેસમાં તેજીનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં 3 ટકા જેટલી તેજી સાથે કિંમતો 229ને પાર જતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2024 પર 6:22 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથીવધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથીવધારા સાથે કારોબાર

શરૂઆતી કારોબારના દબાણ બાદ સોનાની કિંમતોમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં 2056 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં અડધા ટકા નીચેની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

સોનાને પગલે ચાંદીમાં તેજી આવતી જોવા મળી. જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

મિડલ ઇસ્ટ તરફથી સપ્લાયની ચિંતા વધતા ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી રાતોરાત 3 ટકાની તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 78 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં એક ટકાની તેજી સાથે 73 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ લિબિયાનું શારારા ઓઇલફિલ્ડ જે 3 લાખ bpdનું ઓઈલ ઉત્પાદન કરે છે, તે બંધ થતા, ઓછા ઉત્પાદનની સ્થિતી પણ કિંમતોને સપોર્ટ કરી રહી છે.

નેચરલ ગેસમાં તેજીનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં 3 ટકા જેટલી તેજી સાથે કિંમતો 229ને પાર જતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો