શરૂઆત કરીએ તો કોટનથી જેમાં CAI એટલે કે કોટન એશોસિયન ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબર 23 થી સપમ્ટેબર 24 સુધી માટે કોટનના ઉત્પાદનના અનુમાન જાહેર કર્યા છે જે પ્રમાણે દેશમાં કોટનનું ઉત્પાદન ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બાકી કોમોડિટી પર નજર કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં ધાણા અને જીરામાં તેજી તો હળદરમાં દબાણ યથાવત્ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જીરામાં પાછળના સપ્તાહે 4 ટકાનું દબાણ જોવા મળ્યું હતું. જે દબાણને તોડી જીરા આજે અપર સર્કિટ મારતું જોવા મળ્યું હતું. તે ગુવાર પેકમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યાં ગુવાર સીડમાં તેજી તો ગુવાર ગમમાં દબાણ જોવા મળ્યું આ સાથે જ મગફળીના વાયદા પર નજર કરીએ તો મગફળીમાં પણ સારા ઉત્પાદનને કારણે તેજી સાથેનો કારોબાર જોવ મળ્યો. તો કપાસિયા ખોળમાં પણ પોણા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો એરંડા ફલેટ કારોબાર જોવા મળ્યો.