Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં સુસ્તી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

નેચરલ ગેસમાં પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં મામૂલી દબાણ સાથે કિંમતો 179 પર કોરાબાર કરતી જોવા મળી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 6:27 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં સુસ્તી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં સુસ્તી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

તો સોનાની કિંમતોમાં સુસ્તીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર સોનાની કિંમતો 2026 ડૉલર પાસે જોવા મળી તો સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે કિંમતો 62,000 રૂપિયાની પાસે કારોબાર કરતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે યૂએસ અર્થતંત્રના આંકડા પહેલા સોનાની કિંમતોમાં સ્થિરતા જોવા મળી.

સોનાને પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. જ્યાં વૈશ્વક બજારમાં 22 ડૉલર આસપાસ કારોબાર જોવા મળ્યો છે. તો સ્થાનિક બાજારમાં પણ ફ્લેટ કામકાજ જોવા મળ્યું છે.

બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી ઉલ્લેખનીય છે કે કોબરે પનામા માઈન્સ બંધ કરવાના સમાચાર અને ચાઈનાના મજબૂત ઇમ્પોર્ટ આંકડાઓના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં પોઝીટીવ કારોબાર જોવા મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો