Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી સુધારો નોંધાયો

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દબાણ સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો ત્રણ ટકાના દબાણ સાથે 283 પર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2023 પર 6:44 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી સુધારો નોંધાયોકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી સુધારો નોંધાયો

યૂએસના અનુમાન કરતા નબળા નોન ફાર્મ પેરોલનાં આંકડાઓના કારણે કોમેક્સ પર સોનામાં સ્થિર કારોબાર રહ્યો, જ્યાં ભાવ 2000 ડૉલરના સ્તરની પાસે સ્થિર રહ્યા, તો સ્થાનિક બજારમાં 60,877ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઓક્ટોબરમાં સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કિંમતો આશરે 7 ટકા વધતી દેખાઈ, આ સાથે જ સપ્ટેમ્બરમાં RBIનું ગોલ્ડ હોલ્ડિંગ 7.1 ટનથી વધીને 806.7 ટન રહ્યું છે.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં મામુલી નરમાશ જોવા મળી રહી છે.

ફેડ તરફથી વ્યાજ દર ન વધવાની આશંકા અને સાઉદી અને રશિયા દ્વારા ઉત્પાદન કાપના નિર્ણય પર યથાવત્ રહેવાના સમાચાર બાદ ક્રૂડમાં નીચલા સ્તરેથી સુધારો નોંધાયો, જ્યાં બ્રેન્ટના ભાવ 86 ડૉલરની ઉપર પહોંચ્યા, nymex ક્રૂડમાં પણ આશરે પોણા બે ટકાથી વધુની તેજી સાથે 81 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે ક્રૂડની કિંમતોમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દબાણ સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો ત્રણ ટકાના દબાણ સાથે 283 પર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો