Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડ ઓઈલમાં દબાણ યથાવત

નેચરલ ગેસની કિંમતોમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે. જ્યાં કિંમતો 1 ટકાની ઉપરના દબાણ સાથે 195 પર પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 21, 2023 પર 12:13 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડ ઓઈલમાં દબાણ યથાવતકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડ ઓઈલમાં દબાણ યથાવત

સોનામાં ઉપરના સ્તેરથી દબાણ બનતુ જોવા મળી રહ્યુ્ં છે. જ્યાં કોમેક્સ પર સોનાની કિંતમો 2000 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે. જેના કારણે સોનામાં સપ્તાહની ઉપરની સપાટી પરથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો હવે બજારની નજરા US PCE ડેટા પર રહેશે.

સોનાના પગલે ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં 24 ડૉલર પાસે કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં મામૂલી દબાણ જોવા મળ્યું.

બેઝ મેટલ્સના કારોબારની વાત કરીએ તો, LME પર એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં લેડમાં મામૂલી તેજી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં બ્રેન્ટની કિંમતો ફરી 80 ડૉલર નીચે આવતી જોવા મળી રહી છે. તો NYMEXની કિંમતો 74 ડૉલર નીચે પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે USમાં ઈન્વેટરી વધવાને કારણે ક્રૂડની કિંમતોમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો