Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ફરી તેજી, બ્રેન્ટ $78ને પાર, સોના-ચાંદીમાં તેજીની ચમક

સોનાને સેફ હેવન બાઇંગનો સપોર્ટ જોવા મળ્યો. કોમેક્સ પર સોનું 2055ને પાર પહોંચ્યું. તો ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર દેખાયો.

MoneyControl Newsઅપડેટેડ Jan 15, 2024 પર 11:51 AM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ફરી તેજી, બ્રેન્ટ $78ને પાર, સોના-ચાંદીમાં તેજીની ચમકકોમોડિટી લાઇવ: ક્રૂડમાં ફરી તેજી, બ્રેન્ટ $78ને પાર, સોના-ચાંદીમાં તેજીની ચમક
ખાદ્ય તેલ પર ફોકસ, ભારત દુનિયાનો સૌથી મોટો ઇમ્પોર્ટર દેશ હોવા છતા, ડિસેમ્બરમાં ઇમ્પોર્ટ 16% ઘટી, 1.31 મિલિયમ ટન રહ્યું.

વેસ્ટ એશિયામાં તણાવ વધતા સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા comex પર ભાવ 2055 ડૉલરના સ્તરની ઉપર પહોંટ્યા, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની તેજી સાથે 62,563ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.

ચાંદીમાં પણ પોઝિટીવિટી સાથેનો કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની ઉપર આવ્યા, તો સ્થાનિક બજારમાં 72,702ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ.

ચાઈનાની સ્થિર પોલિસીના કારણે બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળ્યો, ચાઈનાએ ઇન્ટરેસ્ટ રેટ 2.5% પર યથાવત્ રાખ્યા છે, જેને કારણે મેટલ્સમાં ખરીદદારી જોવા મળી. જોકે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સમાં નાની રેન્જમાં કામકાજ રહ્યું.

ગત સપ્તાહના ઉપલા સ્તરેથી કિંમતો ઘટી, પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ 78 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, અહીં હૂતી વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારો પર અમેરિકા અને બ્રિટેનના હુમલાથી કિંમતોમાં તેજી આવતી દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો