Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં 82 ડૉલરની નજીક, બેઝ મેટલ્સનો લાલ નિશાનમાં કારોબાર

સોના-ચાંદીમાં સેફ હેવન બાંઈગ યથાવત્. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2055 ડૉલરને પાર પહોંચી. તો ચાંદી 23 ડૉલરને પાર યથાવત્. સ્થાનિક બજારમાં પણ પોઝીટીવ કામકાજ.

MoneyControl Newsઅપડેટેડ Jan 30, 2024 પર 1:51 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં 82 ડૉલરની નજીક, બેઝ મેટલ્સનો લાલ નિશાનમાં કારોબારકોમોડિટી લાઈવ: ક્રૂડમાં 82 ડૉલરની નજીક, બેઝ મેટલ્સનો લાલ નિશાનમાં કારોબાર
કોમોડિટી લાઈવ: પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ક્રૂડની કિંમતમાં આવ્યો ઘટાડો. 82 ડૉલરની નજીક પહોંચ્યો ક્રૂડનો ભાવ.

સોનામાં તેજી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2055 ડૉલર પાર જોવા મળી રહી છે. તો સ્થાનિક બજાર પણ મામૂલી તેજી સાથે કારોબાર જોવા મળ્યા. US ફેડના આઉટ કમ પહેલા સોનામાં સેફ હેવન બાઈગ વધતી જોવા મળી રહી છે. જેની અસર સોનાની કિંમતો પર થતી જોવા મળી રહી છે.

સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યા વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 23 ડૉલરને પાર જતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.

US ફેડની મિટિંગ પહેલા બેઝ મેટલ્સમાં પણ વેચવાલી આવતી જોવા મળી. જ્યાં સતત બીજા દિવસે LME પર ઝિંક સિવાય તમામ મેટલ્સમાં દબાણ બનતું જોવા મળ્યું. તો ઝિંકમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો બીજી બાજુ સ્થાનિક બજારમાં સ્થાનિક બજારમાં પમ તમામ મેટલ્સ લાલ નિશાનમાં કારોબાર કરતી જોવા મળી.

ક્રૂડ ઓઈલમાં ગઈ કાલની તેજી પર રોક લાગતી જોવા મળી હતી. જ્યાં બ્રેન્ટની કિંમતો 82 ડૉલર નજીક પહોંચતી જોવા મળી હતી. જે બાદ ક્રૂડમાં આજે મામૂલી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો ભૌગોલિક તણાવને લઈ સપ્લાઈ ચિંતા વધતા NYMEX ક્રૂડમા પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ત્યારે સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડને કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો