Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $85ની ઉપર, USના નબળાં આંકડાઓથી સોના-ચાંદીમાં તેજી

USમાં ઇન્વેન્ટરી ઘટતા અને મેક્સિકોમાં વાવાઝોડાની ચિંતાના કારણે ક્રૂડની કિંમતો વધી, બ્રેન્ટના ભાવ 85 ડૉલરની ઉપર પહોંચ્યા, NYMEX ક્રૂડ અને સ્થાનિક બજારમાં પણ જોવા મળ્યો પોઝિટીવ કારોબાર.

MoneyControl Newsઅપડેટેડ Aug 30, 2023 પર 12:11 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $85ની ઉપર, USના નબળાં આંકડાઓથી સોના-ચાંદીમાં તેજીકોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $85ની ઉપર, USના નબળાં આંકડાઓથી સોના-ચાંદીમાં તેજી
કમોડિટી લાઇવ: બેઝ મેટલ્સ તરફથી આજે પણ મિશ્ર સંકેતો સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળતા COMEX પર ભાવ 1936 ડૉલરના સ્તરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં 59,340ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સપ્ટેમ્બરમાં ફેડ તરફથી વ્યાજ દરમાં વધારો ન થાય તેવી સંભાવનાએ સોનામાં સેફ હેવન બાઈંગ વધતું દેખાયું છે, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.

સોના સાથે ચાંદીની કિંમતો પણ વધતી દેખાઈ, જ્યાં વૈશ્વિક બજારમાં 24 ડૉલરની ઉપર કિંમતો પહોંચી,તો સ્થાનિક બજારમાં 74,598ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સ તરફથી આજે પણ મિશ્ર સંકેતો સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે ચાઈનાના અર્થતંત્રના આંકડા જાહેર થવાના છે, તે પહેલા LME પર કોપરની કિંમતોમાં મામુલી નરમાશ નોંધાઈ, સ્થાનિક બજારમાં કોપર અને લેડની કિંમતો ઘટી છે, જ્યારે એલ્યુમિનિયમ અને ઝિંકમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.

ઓછા સ્ટોક અને હરિકેનની ચિંતાના કારણે ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી જોવા મળી, અહીં આજે બ્રેન્ટમાં 85 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે, તો NYMEX ક્રૂડમાં પણ આશરે અડધા ટકાની તેજી સાથે 81 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં પણ પોઝિટીવિટી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, APIના રિપોર્ટ મુજબ US ક્રૂડ ઇન્વેન્ટરી 11.5 મિલિયન બેરલથી ઘટી છે, જે અનુમાન કરતા વધારે છે, અને તેનો જ સપોર્ટ આજે કિંમતોને મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો