સપ્લાય ઓછી થવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ફરી એકવાર નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે, જ્યાં બ્રેન્ટમાં 90 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, તો nymex ક્રૂડમાં 89 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી રહી છે...પણ સ્થાનિક બજારમાં આશરે 1 ટકાથી વધુની નરમાશ જોવા મળી. આ સાથે જ APIનાં આંકડા મુજબ ગત સપ્તાહે USમાં ઇન્વેન્ટરી 4.2 મિલિયન bblથી ઘટી છે, સાથે જ બજારની નજર હવે OPEC+ની બેઠક પર બનેલી છે.