Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી યથાવત્, બ્રેન્ટ $86ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર

શુક્રવારે ક્રૂડની કિંમતોમાં ઉછાળો નોંધાયો, બ્રેન્ટના ભાવ 86 ડૉલરની ઉપર યથાવત્, સાઉદી અને રશિયા તરફથી સપ્લાય કાપનો મળી રહ્યો છે સપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Aug 14, 2023 પર 2:31 PM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી યથાવત્, બ્રેન્ટ $86ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબારકમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી યથાવત્, બ્રેન્ટ $86ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર
સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર, COMEX પર સોનું 1912 ડૉલરના સ્તરની પાસે આવ્યું, ચાંદીમાં પણ 23 ડૉલરના સ્તરની નીચે કારોબાર, ડૉલર ઇન્ડેક્સ, ટ્રેઝરી યીલ્ડ અને USના PPI આંકડા મજબૂત રહેતા કિંમતો તૂટી.

ડૉલર ઇન્ડેક્સમાં ઉછાળો આવતા સોનાની કિંમતો વધુ તૂટી, જ્યાં COMEX પર ભાવ 1912ના સ્તરની આસપાસ પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ₹58,903ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે USના PPI આંકડા મજબૂત આવતા અને ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળાના કારણે પણ સોનાની ચમક ફીકી પડતી દેખાઈ.

કિંમતો આશરે 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી. સતત ત્રીજા સપ્તાહે કિંમતોમાં ઘટાડો નોંધાયો. US ડૉલરમાં મજબૂતી, ટ્રેઝરી યીલ્ડમાં વધારાથી કિંમતો તૂટી. USના PPI આંકડા સારા રહેતા સોના પર દબાણ જોવા મળ્યુ. ચાંદીમાં પણ દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે આવતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર થઈ રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં આવેલા ઉછાળાથી બેઝ મેટલ્સમાં પણ નરમાશ જોવા મળી, અહીં ચાઈનાની અર્થવ્યવસ્થામાં ધીમી રિકવરીથી ઝિંકની કિંમતો 3 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી, તો ગ્લોબલ ઇન્વેન્ટરી YoY ધોરણે 26% ઘટતા કોપરમાં આશરે 1 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે.

સતત 7માં સપ્તાહે ક્રૂડની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ 86 ડૉલરના સ્તરની ઉપર યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં 82 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, પણ શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લગભગ એક ટકાની નરમાશ જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે ચાઈનાનો ઇમ્પોર્ટ YoY ધોરણે વધ્યો, સાથે જ US અને ચાઈનામાં અનુમાન કરતા ઓછા મોંઘવારીનાં આંકડાઓથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો