Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં પણ દબાણ યથાવત્, સોનામાં દબાણ, ચાંદીમાં મિશ્ર કારોબાર

બેઝમેટલની ચમક પણ ફિક્કી પડી. ચીનમાં ધીમા ગ્રોથના કારણે અને LMEના વેરહાઉસીસમાં વધતા સ્ટોકના કારણે ઝીંકની માંગને અસર. લેડ સિવાય તમામ બેઝ મેટલમાં લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 17, 2023 પર 11:59 AM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં પણ દબાણ યથાવત્, સોનામાં દબાણ, ચાંદીમાં મિશ્ર કારોબારકમોડિટી લાઇવ: ક્રૂડમાં પણ દબાણ યથાવત્, સોનામાં દબાણ, ચાંદીમાં મિશ્ર કારોબાર
ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનાની કિંમતોને અસર. વ્યાજ દરમાં વધારાની આશંકાના કારણે કોમેક્સ ગોલ્ડમાં દબાણ.

સોનાના કારોબાર પર તો ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનામાં આજે દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. US ફેડ કમિટીની મીટિંગની મિનિટ્સમાં વ્યાજ દરમાં વધુ વધારો કરવાના આગ્રહના કારણે કોમેક્સ પર અને સ્થાનિક બજારમાં બંન્ને પર સોનામાં લાલા નિશાનમાં કારોબાર દેખાઇ રહ્યો છે.

ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનાની ચમક ફિક્કી પડી. US ફેડ કમિટીની મીટિંગની મિનિટ્સમાં વ્યાજ દરમાં વધારાને લઇને ચર્ચા. બેઠકમાં વ્યાજ દરમાં વધુ વધારો કરવાનો આગ્રહ કર્યો. SPDR ગોલ્ડ ટ્રસ્ટમાંથી સતત આઉટફ્લો છે. જેના કારણે સોનાના સેન્ટિમેન્ટ પર નેગેટીવ અસર થઈ છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 18.5 ટનનો આઉટફ્લો છે.

આ તરફ ચાંદીમાં પણ મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદીમાં પા ટકાથી વધારેના ઘટાડા સાથે 69492ના સ્તર પર કારોબાર દેખાઇ રહ્યો છે. તો સામે કોમેક્સ પર ચાંદી પા ટકાની તેજી જોવા મળી રહી છે. પરંતુ ભાવ હજૂ પણ 23 ડૉલરની નીચે જ યથાવત્ છે.

મેટલના કારોબારની તો ઝીંકમાં આજે વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનના ધીમા ગ્રોથના કારણે અને LMEના વેરહાઉસીસમાં વધતા સ્ટોકના કારણે ઝીંકની માંગને અસર થઇ રહી છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ ઝિંકમાં અડધા ટકાથી વધારેને નરમાશ જોવા મળી રહી છે. તો લેડ સિવાય અન્ય મેટલમાં કારોબારમાં પણ લાલ નિશાનમાંજ કારોબાર થતો દેખાઇ રહ્યો છે. ફક્ત લેડમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર થઇ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો