Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર

બેઝ મેટલ્સમાં રેજ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો. જ્યાં LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી ઉલ્લેખનીય છે કે કોબરે પનામા માઈન્સ બંધ કરવાના સમાચાર અને ચાઈનાના મજબૂત ઇમ્પોર્ટ આંકડાઓના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 12:20 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબારકોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર
US અર્થતંત્રના આંકડા પહેલા સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર, COMEX પર સોનું 2026 ડૉલરની પાસે રહ્યું, જોકે ચાંદીમાં 23 ડૉલરની નીચે કારોબાર યથાવત્.

સોનાની કિંમતોમાં સુસ્તો માહોલ જોવા મળ્યો. જ્યાં comex પર સોનાની કિંમતો 2028 ડૉલર પાસે જોવા મળી તો સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે કિંમતો 62000 રૂપિયાની પાસે કારોબાર કરતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે US અર્થતંત્રના આંકડા પહેલા સોનાની કિંમતોમાં સ્થિરતા જોવા મળી.

સોનાને પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો...જ્યાં વૈશ્વક બજારમાં 22 ડૉલર આસપાસ કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બાજારમાં પણ ફ્લેટ કામકાજ જોવા મળ્યું.

બેઝ મેટલ્સમાં રેજ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો. જ્યાં LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી ઉલ્લેખનીય છે કે કોબરે પનામા માઈન્સ બંધ કરવાના સમાચાર અને ચાઈનાના મજબૂત ઇમ્પોર્ટ આંકડાઓના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. ત્યારે સ્થાનિક બજારમાં પણ કોપર અને ઝિંકમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. એલ્યુમિનિમય અને લેડમાં મામૂલી નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો.

ક્રૂડ ઓઈલની ગઈકાલની તેજી પર રોકા લાગતી જોવા મળી રહી છે. જ્યાં બ્રેન્ટની કિંમતોમાં મામૂલી નરમાશ સાથે 79 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો માગની ચિંતાને લઈ NYMEX ક્રૂડમાં પણ દબાણ બનતું જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં એક ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો