Get App

કોમોડિટી લાઈવ: ઇન્વેન્ટરીના આંકડા પહેલા ક્રૂડ સ્થિર, US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં તેજી

બજારની નજર આજે જાહેર થનાર IIP-CPIનાં આંકડા પર રહેશે, CPI ફુગાવો RBIના લક્ષ્ય કરતા ઉપર, 7.08 ટકા પર રહેવાનો અંદાજ, તો જુલાઈમાં IIP 5.2 ટકાના દરે વધવાનો અંદાજ

MoneyControl Newsઅપડેટેડ Sep 12, 2023 પર 3:05 PM
કોમોડિટી લાઈવ: ઇન્વેન્ટરીના આંકડા પહેલા ક્રૂડ સ્થિર, US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં તેજીકોમોડિટી લાઈવ: ઇન્વેન્ટરીના આંકડા પહેલા ક્રૂડ સ્થિર, US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં તેજી
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર સાથે 217ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

US CPIનાં આંકડા પહેલા સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો, અહીં COMEX પર 1922 ડૉલરના સ્તરની પાસે કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં 58,970ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે આવતીકાલે US CPIનાં આંકડા રજૂ થશે, જે અગાવ સોનામાં પોઝિટીવ મૂવમેન્ટમ જોવા મળી રહી છે.

સોનાને પગલે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે પા ટકાથી વધારે વધતા 23 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં પણ 72,190ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, ઓછા સ્ટોક અને ચાઈના તરફથી માગ વધવાની આશાએ એલ્યુમિનિયમની કિંમતોમાં રિકવરી જોવા મળી, તો કોપરમાં 3 સપ્તાહના નીચલા સ્તરેથી મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. બજારની નજર હવે ચાઈનાના રિટેલ વેચાણ અને ફેક્ટરી એક્ટિવિટીના આંકડાઓ પર બનેલી છે.

કોપરમાં કારોબાર

બધા સમાચાર

+ વધુુ વાંચો