સોનામાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર પા ટકાની નરમાશ સાથે સોનાની કિંમતો 2000 ડૉલરને પાર જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટકાની નરમાશ સાથે કારોબાર જોવા મળ્યો. તો હવે બજારની નજર યૂએસ ઈકોનોમિ ડેટા પર રહેશે.
સોનામાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર પા ટકાની નરમાશ સાથે સોનાની કિંમતો 2000 ડૉલરને પાર જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટકાની નરમાશ સાથે કારોબાર જોવા મળ્યો. તો હવે બજારની નજર યૂએસ ઈકોનોમિ ડેટા પર રહેશે.
તો સોનાના પગલે ચાંદીની કિંમતોમાં પણ નરમાશ આવતી જોવા મળી જ્યાં સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. તો કોમેક્સ પર 24 ડૉલર પર કારોબાર યથાવત્ જોવા મળ્યો છે.
બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં lme પર કોપરની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખીય છે કે ચીનમાં હાઉસિંગ માર્કેટમાં તેજીના કારણે કોપરમાં તેજી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં કોપર સિવાય તમામ મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.
ક્રૂડમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. ક્રૂડમાં રાતોરાત 3 ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં ભૌગોલિક તણાવને લઈ સપ્લાયની ચિંતા વધતા ક્રૂડની કિંમતો વધતી જોવા મળી રહી છે. તો આ સાથે રશિયામાં ડિસેમ્બરમાં તેલની નિકાસ ઘટાડવાની જાહેરાતની પણ અસર ક્રૂડ પર પડતી જોવા મળી રહી છે.
નેચરલ ગેસની કિંમતોમાં પણ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં સ્થાનિક બજારમાં બે ટકાના દબાણ સાથે કિંમતો 209 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટી તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યો છે. જ્યાં મસાલા પેકમાં ધાણામાં ફરી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો જીરા અને હળદરમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. ગુવાર પેકમાં પણ વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં ગુવાર સીડમાં પોણા ટકા તો ગુવાર ગમમાં 4 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.