ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ 2060ના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 63,166ના સ્તરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે યૂએસમાં વ્યાજ દરમાં કાપની આશાએ સોનાની ચમક વધી છે. સાથે જ USના PCE ઇન્ડેક્સ 0.1 ટકા ઘટ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સની ચાલ બગડી છે, જેનો પણ સપોર્ટ સોનાને મળી રહ્યો છે.