Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $86ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજ

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 1 ટકાથી વધુની તેજી સાથે 215ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 07, 2023 પર 11:59 AM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $86ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજકમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $86ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજ
સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સ તૂટી, ચાઈના તરફથી માગ નબળી પડતા કિંમતો પર બન્યું દબાણ.

US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર કિંમતો મડૉલરના સ્તરની પાસે રહી, તો સ્થાનિક બજારમાં 59,452ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે કિંમતોમાં 1% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ પા ટકાથી વધારે તૂટી 24 ડૉલરની પણ નીચે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં પણ પા ટકાથી વધુના ઘટાડા સાથે 72.220ના સ્તરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે.

બેઝ મેટલ્સ તરફથી નરમાશના સંકેતો યથાવત્ છે, સ્થાનિક બજારમાં કોપર સહિતની મેટલ્સમાં નરમાશ રહી, તો નબળી ચાઈનીઝ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીના કારણે LME પર કોપરમાં 3 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.

US અને ચાઈનાના CPI આંકડા જાહેર થતા પહેલા NYMEX ક્રૂડમાં દબાણ આવતા ભાવ 82 ડૉલરની પાસે રહેતા દેખાયા, પણ રશિયા અને સાઉદી અરબ તરફથી ઉત્પાદન ઘટવાના કારણે બ્રેન્ટમાં સતત ત્રીજા મહિને તેજી યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં બ્રેન્ટ 86 ડૉલરની ઉપર પહોંચતું દેખાયું, આ સાથે OPEC+એ પોતાના લક્ષ્યમાં કોઈ ફેરફાર નથી કર્યો જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો