Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક ઘટી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર

ઉલ્લેખનીય છે કે કોપરમાં ચાઈનાની માંગની ચિંતાને લઈ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 26, 2024 પર 11:41 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક ઘટી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબારકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક ઘટી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર
સ્થાનિક બજારમાં નેચરલગેસમાં 3 ટકાની તેજી સાથે કિંમતો 137 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.

સોનાની કિંમતોમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં COMEX પર સોનાની કિંમતો 2032 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમા પણ નેગેટિવ કામકાજ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે તે US રેટ કટ થવાની આશાએ સોનાની કિંમતો પર દબાણ બની રહ્યું છે.

ડૉલર ઇન્ડેક્સ 104 ની નજીક છે. બજારની ફેડ અધિકારીઓના ભાષણો પર નજર રહશે. ફેડના 10 અધિકારીઓ આ અઠવાડિયે ભાષણ આપશે. બજારની નજર US મોંઘવારી આંકડા પર રહેશે. US મોંઘવારી આંકડા 12 માર્ચે આવશે.

ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 23 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કોપરમાં ચાઈનાની માંગની ચિંતાને લઈ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો