Get App

કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં સતત બીજા દિવસે સુસ્તી, ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર

સોનાના પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ચાંદી કિંમતો 23 ડૉલર નીચે જોવા મળી. તો સ્થાનિક બજાર ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jan 24, 2024 પર 2:41 PM
કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં સતત બીજા દિવસે સુસ્તી, ક્રૂડમાં વોલેટાઈલ કારોબારકોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં સતત બીજા દિવસે સુસ્તી, ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર
ક્રૂડની કિંમતોમાં વેચવાલી યથાવત્. બ્રેન્ટની કિંમતો 79 ડૉલર પાસે પહોંચી. તો nymexમાં 74 ડૉલર પર કારોબાર યથાવત્. સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથેનો કારોબાર.

સોનામાં સતત બીજા દિવસે પણ સુસ્તી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં comex પર સોનાની કિંમતો 2025 ડૉલર પાસે યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે US અર્થતંત્રના આંકડા પહેલા સોનાની કિંમતોમાં સ્થિરતા જોવા મળી.

સોનાના પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ચાંદી કિંમતો 23 ડૉલર નીચે જોવા મળી. તો સ્થાનિક બજાર ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં LME પર પનામા કેનાલ અને સુએઝ કેનાલમાં ટ્રાન્સપોર્ટની ચિંતાઓને લઈ કોપરમાં તેજી આવતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પમ તમામ મેટલ્સમાં પોઝીટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. જ્યાં બેન્ટની કિંમતો મામૂલી દબાણ સાથે 80 ડૉલર નીચે કારોબાર કરી રહી છે તો NYMEXમાં નબળી ઈન્વેન્ટરીના કારણ વેચવાલી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં નબળા ડૉલરના કારણે મામૂલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો