Get App

કમોડિટી લાઇવ: બોન્ડ યીલ્ડમાં મજબૂતીથી સોના-ચાંદીમાં ઘટાડો, ક્રૂડની તેજી યથાવત્, બ્રેન્ટ $91ની નીચે

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 210ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2023 પર 11:50 AM
કમોડિટી લાઇવ: બોન્ડ યીલ્ડમાં મજબૂતીથી સોના-ચાંદીમાં ઘટાડો, ક્રૂડની તેજી યથાવત્, બ્રેન્ટ $91ની નીચેકમોડિટી લાઇવ: બોન્ડ યીલ્ડમાં મજબૂતીથી સોના-ચાંદીમાં ઘટાડો, ક્રૂડની તેજી યથાવત્, બ્રેન્ટ $91ની નીચે

ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાના કારણે સોનાની ચમક ઘટતા કોમેક્સ પર ભાવ 1920 ડૉલરની પણ નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 59,051ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ સોનાને પગલે નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો સતત 24 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 72,295ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં ગઈકાલના ઉછાળા બાદ ટેક્નિકલ કરેક્શન આવતા બ્રેન્ટના ભાવ 91 ડૉલરના સ્તરેથી ઘટ્યા, NYMEX ક્રૂડમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે સાઉદી અરબ અને રશિયા ઉત્પાદન કાપ હવે ડિસેમ્બર સુધી યથાવત્ રાખશે, જેને કારણે બજારમાં ઓછી સપ્લાયનો ડર બની રહ્યો છે, આ સાથે જ APIનાં આંકડા મુજ USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 5.5 મિલિયન બેરલથી ઘટી છે, જેની અસર પણ ક્રૂડની કિંમતો પર દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 210ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો