નબળા ડૉલરના કારણે સોનાની ચમક વધી, જ્યાં COMEX પર ભાવ 2000 ડૉલરના સ્તરની ઉપર પહોંચી, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં US ફેડ વ્યાજ દરોમાં વધારો નહીં કરે તેવી આશાએ US ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો નોંધાયો જેની પોઝિટીવ અસર સોનાની કિંમતો પર દેખાઈ રહી છે.