નવા વર્ષની શરૂઆત સોના માટે તેજી સાથેની થતી દેખાઈ, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 63,283ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા, તો આજે વૈશ્વિક બજાર બંધ હોવાથી COMEX તરફથી કોઈ સંકેતો નથી પણ વર્ષ 2023માં સોનામાં 13%ના વધારા સાથે રેકોર્ડ હાઈના સ્તર જોવા મળ્યા, ઉલ્લેખનિય છે કે આ વર્ષે ફેડ વ્યાજ દર ઘટાડે તેવી આશાએ સોનાની ચમક વધી છે.